Sunday, May 4, 2025

ધર્મપ્રેમી સેવા મંડળ દ્વારા શ્રી રણછોડદાસજી બાપુ આંખ ની હોસ્પિટલ ના સહયોગ થી નિઃશુલ્ક શ્રી સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

ધર્મપ્રેમી સેવા મંડળ દ્વારા શ્રી રણછોડદાસજી બાપુ આંખ ની હોસ્પિટલ ના સહયોગ થી નિઃશુલ્ક શ્રી સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

સ્વ. વિનોદભાઈ કણઝરિયા ની પુણ્ય સ્મૃતિ માં આયોજિત કેમ્પ માં 70 દર્દી એ લાભ લીધો

હળવદ માં છેલ્લા ઘણા સમય ધર્મપ્રેમી સેવા મંડળ દ્વારા શ્રી રણછોડદાસજી બાપુ આંખ ની હોસ્પિટલ રાજકોટ ના સહયોગ થી દર મહિના ની 8 તારીખે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ (આંખ ના મોતિયા ના કેમ્પ) નું આયોજન થઈ રહ્યું છે જેમાં દર્દી નારાયણ ના આંખ માં મોતિયો છે કે નહિ તેની તપાસ કરવામાં આવે છે અને જો મોતિયા નું નિદાન થાય તો તે દર્દી નારાયણ ને રાજકોટ ખાતે આવેલ શ્રી રણછોડદાસજી બાપુ આંખ ની હોસ્પિટલ ખાતે લઇ જઇને અતિઆધુનિક ફેકો મશીન દ્વારા આંખ ના મોતિયા નું ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવે છે સાથે દવા – ટીપાં – ચશ્મા સહિત ની વસ્તુઓ પણ નિઃશુલ્ક પણે આપવામાં આવે છે અને હળવદ પરત મૂકવા આવવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે ત્યારે આજે ધર્મપ્રેમી મંડળ નો 50 મો નેત્રયજ્ઞ કેમ્પ સંપન્ન થયો હતો ત્યારે હળવદ તાલુકા ની જનતા માટે આ કેમ્પ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે આ કેમ્પ માં જે દર્દી નારાયણ ને રાજકોટ જવાનું છે તેમના માટે ભોજન અને ચા પાણી ની વ્યવસ્થા પણ કરવામાં આવે છે ત્યારે આ કેમ્પ માં નિયમિત રીતે સહયોગ આપનાર સર્વે સેવાભાવી સ્વયંસેવકો ને હળવદ માં ઠેર ઠેર થી પ્રોત્સાહન મળી રહ્યું છે આજ ના આ કેમ્પ માં 15 દર્દીઓ ને મોતિયા નું નિદાન કરવામાં આવ્યું હતું જેમને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા

આ કાર્યક્રમ ને સફળ બનાવવા ધર્મપ્રેમી સેવા મંડળ – હળવદ તથા લાયન્સ ક્લબ હળવદ ના સભ્યો e ભારે જહેમત ઉઠાવી હતી

Related Articles

Total Website visit

1,502,738

TRENDING NOW