દ્વારકા કુલડોલ ઉત્સવમાં 1500 પોલીસ જવાનો કરશે બંદોબસ્ત

દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપન સાથે જ છેલ્લાં સપ્તાહથી ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શૃંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતી તથા બપોરના રાજભોગ આરતી સહિતની મહા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને (કાળીયા ઠાકોરને) અબીલ ગુલાલની છોળ સાથે કુલડોલ ઉત્સવને વધાવામાં આવી રહયો છે. અને ખાસ કરીને દ્વારકાધીશજીને કુલડોલ ઉત્સવ સુધી સફેદ કલરના જ વસ્ત્ર ધરાવવામાં આવી રહયા છે. પૂજારી પરિવાર દ્વારા કુલડોલ ઉત્સવમાં વિશેષ પ્રકારના મનોરથો પણ ઠાકોરજીની સન્મુખ ધરાવવામાં આવે છે. ત્યારે દ્વારકાની અંદર કાનૂન વ્યવસ્થા જળવાઈ રહે અને સુરક્ષા અને સલામતીના ઉદ્દેશ્યથી 1500 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.









