દિલ્હીની બેન્કિંગ, ફાઇનાન્સ અને ઇનસ્યોરન્સ કપંનીમાં મોરબીના સીએની સભ્ય તરીકે નિમણુંક
મોરબી CA એસોસિશન નાં પ્રમુખ સીએ વિજય સિતાપરાને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (I.C.A.I) દિલ્હીની અતિ મહત્વની ગણાતી બેન્કિંગ, ફાઇનાન્સ અને ઇનસ્યોરન્સ કમિટીમાં સભ્ય તરીકે નિમણુક થઈ છે.
સીએ વિજય સિતાપરા મોરબી શહેર માં છેલ્લા 20 વર્ષ થી સીએ પ્રેક્ટિસમાં તથા ફાઇનાન્સ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે તેમજ સિરામિક ઉદ્યોગને ફાઇનાન્સ અપાવવામાં સિંહ ફાળો છે. મોરબી જેવા નાના શહેરમાંથી આઇ.સી.એ.આઈ(ICAI) દિલ્હી નિ સેન્ટ્રલ કમિટીમાં સ્થાન મેળવનારા પેહલા સીએ છે. તે બાબતે સીએ એસોસિશન મોરબી ખૂબ ખૂબ ગર્વ અનુભવવાની સાથે શુભેચ્છાઓ પાઠવે છે.
