(અહેવાલ : ભવિશ જોષી-હળવદ)
હળવદ: આજથી બે માસ પહેલા અકસ્માતે જીઆઇડીસીની બહાર આવેલા સાત ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. એ વખતે ત્યાંની એક દીકરીના લગ્ન ગોઠવાયા હોવાથી એમને જિંદગીભર ભેરી કરેલ બચત મૂડીમાંથી ખરીદેલ કરિયાવરનો બધોજ સામાન તેમજ રોકડ રકમ ઝૂંપડામાં આગને કારણે બળી ગયેલ હતો. ત્યારે મદદ માટે હંમેશા ભગવાન ગમે તે સ્વરૂપમાં આવતા જ હોય છે. અને સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય તેવું ન માંગ્યે પણ મળી જાય છે. ત્યારે રોટરી કલબ ઓફ હળવદ દ્વારા દીન પરિવારની દીકરીને દાયજો દેવામાં આવ્યો.
જેથી રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા આ અંગે જાણ થતાં દીકરીને કરિયાવરમાં એની મનપસંદ મુજબનો જોઈએ એ વસ્તુઓ લઈ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. જેમાં પેટી પલંગ, તિજોરી, ટીપોઈ, ખુરશીઓ, ગાદલું, તકિયા, ઓશિકા, બાજોઠ વગેરે તેમજ રસોડાના વાસણનો સેટ આપવામાં આવેલ હતો. આ પ્રોજેક્ટનું અનુદાન જયદીપસિંહ વાઘેલા સાણંદ તરફથી આપવામાં આવ્યું હતું.