Sunday, March 8, 2026

ત્રણ દિવસ પૂર્વે પટેલ યુવકને ઉઘરાણી માટે ઉઠાવી માર મારવા મામલે અંતે એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

ત્રણ દિવસ પૂર્વે પટેલ યુવકને ઉઘરાણી માટે ઉઠાવી માર મારવા મામલે અંતે એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી મુજબ મોરબી બાયપાસ પાસે સત્કાર રેસીડેન્સી બ્લોક નં -૨૦૪ માં રહેતા પાર્થભાઈ સુંદરજીભાઈ બોપલીયા (ઉ.વ‌.૨૦) એ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી શક્તિભાઇ મહેશભાઇ ગજીયા જાતે-બોરીચા રહે.સામાકાઠે, રામકૃષ્ણ નગર મોરબી, મહેશભાઇ ઉર્ફે લાલાભાઇ આયદાનભાઇ સવસેટા, કાનભા ગઢવી રહે હજનાળી ગામ તા.માળીયા, યુવરાજ ગઢવી, જગદીશભાઇ સાધાભાઇ સવસેટા તથા તપાસમા નીકળેતે તમામ વિરુદ્ધ ફરીયાદ કરી હતી ફરીયાદીએ આરોપી શક્તિભાઈ પાસે રૂપિયા ૨૫,૦૦૦/- ની માંગણી કરતા તેણે એક મોટરસાયકલ અડાણે મુકવા આપેલ તે સમયે આરોપી શક્તિએ ફરીયાદીને એક મહિના પછી રૂપિયા ૫૦,૦૦૦/- તથા મોટરસાયકલ પરત આપવાનુ કહેલ હતું અને જો નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવેલ હતી અને ફરીયાદીને ગેરકાયદેસર અટકાયતમા રાખી વાવડી રોડ ભુમિટાવર પાસે લઇ જઇ આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડી વડે માર મારી આરોપીઓએ ફરીયાદીનો એપલ કંપનીનો 13pro મોબાઇલ તથા રીયલમી કંપનીનો C-35 વાળો મોબાઇલ બળજબરી પુર્વક પડાવી લીધો હતો. જેથી આ બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ B.N.S. કલમ- ૩૦૮(૫), ૧૨૭(૨), ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ મુજબ ગુન્હો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW