Monday, May 5, 2025

તીથવા ગામે શેરીમાં ઢોર તગડવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના તીથવા ગામે લાલશા નગર વિસ્તારમાં ઢોર તગડવા જેવી બાબતે બે પરિવાર વચ્ચે માથાકૂટ થતા ઢોર માલિક સહિત અન્યએ ઉશ્કેરાઇ જઇ મહિલા અને તેની દીકરીને લાકડી વડે માર મર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ તીથવા ગામે લાલશા નગરમા રહેતા રૂકશાનાબેન યુસુફભાઇ સતારભાઇ શેખ (ઉ.વ. ૩૭)ના પાડોશી કંકુબેનની પૈાત્રી જાનુ શેરીમાં રમતી હતી તે દરમ્યાન ભરત ભરવાડ પોતાના માલઢોર લઇ નીકળ્યો હતો. તે વખતે કંકુબેનની પાત્રી જાનુ ગાયોને તગળતા ઢોર માલીક ભરતને સારૂ ન લાગતા ગાળો બોલવા લાગ્યો હતો આથી રૂકશાનાબેન ભરતને ગાળો બોલવાની ના પાડતા ભરતે ઉશ્કેરાઇ જઇ અને તેના હાથમાં રહેલ લાકડીનો એક ઘા રૂકશાનાબેનને જમણા હાથે માર્યો હતો આ દરમિયાન તેઓની દીકરી સુગરાને પણ જમણા હાથમાં ઘા મારેલ તથા ગરદન ના ભાગે વાગેલ જેથી સામાન્ય મુંઢ ઇજા કરી તથા સહ આરોપીઓ ગાળો બોલી જાનથી મારી નાખવાની ઘમકી આપતા રૂકશાનાબેને ભરતભાઇ જીવણભાઇ, જશુબેન, મંગાભાઇ પરબતભાઇ,સાદુરભાઇ કુંભા ભરવાડ રહે. બધા તીથવાવાળાઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,502,742

TRENDING NOW