મોરબી જીલ્લામાં ઘણા એવા ગામો છે જે વરસાદ આધારિત ખેતી ઉપર નિર્ભર છે. આવા ગામોના ખેડૂતો દ્વારા કેનાલની સગવડતા આપવા માટેની માંગણી ઓ વારંવાર કરવામાં આવે છે. તેમ છતાં હજુ સુધી પાણી મળ્યું નથી. ત્યારે મોરબી જિલ્લાના સિંચાઈની સગવડતા વગરના ગામોને ડેમની કેનાલ દ્વારા પાણી આપવા મોરબી જિલ્લા કિશાન ક્રોંગ્રેસ પ્રમુખશ ભાવેશ સાવરીયાએ નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ મંત્રી રૂષિકેશ પટેલને લેખિત રજૂઆત કરી છે.
તેમણે લેખિત રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને રાજ્યકક્ષા મંત્રી બનાવવામાં આવેલ છે. ત્યારે અમને આશા છે કે, હવે અમારી માંગણી જરૂર સંતોષાશે. છેલ્લા પેટા ચુંટણીમાં અમારા વિસ્તારમાં ચુંટણી પ્રચાર વખતે બ્રિજેશ મેરજા વગર આવેલા મોહનભાઈ કુંડારિયા તેમજ મગનભાઈ વડાવિયા તેમજ જવાહરભાઈ ચાવડા દ્વારા આ વિસ્તારના ખેડૂતોને વચન આપવામાં આવેલ હતું કે, તેઓ ને અમે સિંચાઈનું પાણી કેનાલ દ્વારા અપાવીશું તમો ભાજપના ઉમેદવારને જીતાડો, લોકોએ તેઓ ઉપર વિશ્વાસ કરીને મત આપીને જીતાડેલ છે. તો હવે અમોને કેનાલ દ્વારા પાણી આપવા માંગ છે. હવે તળાવો ભરી દેવાની વાતો કરે છે. તો અમારી અસલ માંગણી કેનાલ દ્વારા પાણી આપવાની છે. તો અમોને કેનાલની સુવિધા આપવામાં આવે જો આવું કરવામાંની આવે ના છુટકે ખેડૂતો સાથે રાખીને ઉગ્ર આંદોલનો કરવાની ચીમકી ઉચ્ચારી હતી .