વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ભવાની કાંટા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ભવાની કાંટા પાસેથી આરોપી ઘનશ્યામ સીંહ ભોજુભા ચુડાસમા (રહે. નવા ઢુવા. તા. વાંકાનેર) નેં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ (કિં.રૂ. ૫૨૦) ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.