Monday, June 8, 2026

ટીકર તથા જુનાં ઘાટીલા ગામ વચ્ચે તળાવના કાંઠે જુગાર રમતા 5 ઝડપાયા, ત્રણ ફરાર

Advertisement
Advertisement
Advertisement

ટીકર તથા જુનાં ઘાટીલા ગામ વચ્ચે તળાવના કાંઠે જુગાર રમતા 5 ઝડપાયા, ત્રણ ફરાર

હળવદ : હળવદ પોલીસને ખાનગી રાહે બાતમીના આધારે હળવદ તાલુકાના ટીકર ગામ તરફથી જુના ઘાંટીલા જવાના રોડ પર આવેલ લખીહર તળાવના કાંઠે જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા ઘનશ્યામભાઈ ચતુરભાઈ રંભાણી (રહે. મિયાણી , તા. હળવદ) હરેશભાઈ ભીખાભાઈ ઝીંઝુવાડીયા(રહે માયાણી, તા. હળવદ), હમીરભાઈ લાભુભાઈ મહાલીયા (રહે ખોડ. તા. હળવદ),ઈશ્વરજીભાઈ રતુજીભાઈ અંબારીયા(રહે ખોડ. તા. હળવદ) કમલેશભાઈ માત્રાભાઈ સોરીયા( રહે.હળવદ ખારીવાડી) પાંચ ઇસમો સાથે રોકડ રૂ. ૧૭,૭૦૦/-મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/ તથા મો.સા.નંગ-૦૨ કિ.૪૦,૦૦૦/ મળી કુલ રૂ.૬૨,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

જ્યારે અન્ય ત્રણ ઈસમો નાશી છુટેલા ચંદુભાઈ માંડણભાઈ રંભાણી (રહે મિયાણી), નિલેશભાઈ ઘનશ્યામભાઈ ( રહે. હળવદ), અમર ઉર્ફે મુન્નો ચંદુભાઈ સુરેલા (રહે. હળવદ) ને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Total Website visit

1,607,921

TRENDING NOW