Friday, June 19, 2026

ટીંબડી ગામના પાટીયા નજીક છરી સાથે એક શખ્શ ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

ટીંબડી ગામના પાટીયા નજીક છરી સાથે એક શખ્શ ઝડપાયો.

મોરબીમાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે ટીંબડી ગામના પાટીયે છરી સાથે એક યુવક ઝડપાયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ટીંબડી ગામના પાટીયે અશ્વમેઘ હોટલની સામે આરોપી નાશીર હનીફભાઇ ભટ્ટી મળી આવ્યો હતો. પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી. જ્યાં આરોપી પોતાના કબ્જાહમાં એક પ્લાસ્ટીકના હાથાવાળી એકબાજુ ધારદાર તથા એક બાજુ બુટ્ઠી લોખંડના પાનાવાળી તીક્ષ્ણ અણીદાર છરી હથીયાર તરીકે રાખી મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,683

TRENDING NOW