મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ટંકારા હાઈવે પાસે આવેલ હોટલના ગ્રાઉન્ડમાં નસીબ આધારિત વરલી ફીચરનો જુગાર રમાઇ રહ્યો છે જે બાતમીને પોલીસે દરોડો પાડીને અસલમશાહ શાહમદાર (રહે. હરબટીયાળી, ટંકારા) ને ઝડપી પાડયો હતો અને તેની પાસેથી મોબાઈલ, વરલી ફીચરના આંકડા લખેલી ચિઠ્ઠી અને રોકડ સહિત કુલ રૂ. 15,500 નો મુદામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.