ટંકારા-મોરબી રોડ પર અજાણ્યા વાહને હડફેટે લેતા શ્રમીકનુ મોત
મોરબી: ટંકારા-મોરબી હાઈવે રોડ ઉપર આવેલ સમય ઘડિયાળના કારખાના નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા શ્રમીકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના તોરણીયા ગામે રહેતા અને મજુરી કરતા રામાભાઈ પેથાભાઈ બઘાયા (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૧૦-૨૦૨૨ ના સાંજના આશરે સાતેક વાગ્યાના સુમારે આરોપી અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ભાઇને હડફેટ લઇ પછાડી દઇ નાશી જઇ ફરીયાદીના ભાઇ વેલાભાઇને શરીરે છોલાણ તથા ડાબા પગમા ફેકચર તથા માથામા હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતકના ભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.