Friday, June 19, 2026

ટંકારા ના મિતાણા નજીક થી એલસીબી એ વિદેશીદારૂ ભરેલ ટ્રકને પકડી પાડયો.

Advertisement
Advertisement
Advertisement

ટંકારા ના મિતાણા નજીક થી એલસીબી એ વિદેશીદારૂ ભરેલ ટ્રકને પકડી પાડયો.

ટંકારાના મિતાણા નજીક એલસીબી દ્વારા વોચ ગોઠવવામાં આવેલ હતી ત્યારે વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલ ટ્રક નીકળવાનો હોઈ જેની બાતમીને આધારે વોચ ગોઠવવામાં આવેલ હોઈ ત્યારે એલસીબી દ્વારા દારૂ ભરેલ એક ટ્રક આવતો હોઈ ત્યારે ટ્રક ચાલકને ૪૫ લાખ થી વધુના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી વીગતો મુજબ મોરબી એલસીબી ટીમે આજે ટંકારા તાલુકાના મિતાણા નજીકથી દારૂ ભરેલ ટ્રક પસાર થવાનો હોવાની બાતમીને આધારે રાધે પાન એન્ડ ટી સ્ટોલ નામની હોટલ પાસે વોચ ગોઠવી જીજે – 24 – V – 8975 નંબરના ટાટા ટ્રકને ઝડપી લઈ ચેક કરતા ટ્રકમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 7080 બોટલ કિંમત રૂપિયા 13,45,200, રોયલ સ્ટેગ બ્રાન્ડ દારૂની 2100 બોટલ કિંમત રૂપિયા 8, 40,000, ઓલ સિઝન ગોલ્ડન વ્હીસ્કી બોટલ નંગ 2280 કિંમત રૂપિયા 13, 68,000, ટાટા ટ્રક કિંમત રૂપિયા 10 લાખ, એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 તેમજ રોકડા રૂપિયા 14,200 સહિત કુલ રૂપિયા 45, 72,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.મોરબી એલસીબી ટીમે રૂપિયા 45,72,400નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલક બુધારામ કાનારામજી બાબલે બીશ્નોઈ રહે. બાલાજી નગર, જોધપુર, રાજસ્થાન વાળાને અટકાયતમાં લીધો છે ઉપરાંત સચૌર રાજસ્થાનના સુરેશ નામના શખ્સ તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર આરોપીઓને ફરાર દર્શાવી તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

Related Articles

Total Website visit

1,608,740

TRENDING NOW