ટંકારા પોલીસ સ્ટેશન નજીકથી ચોરાઉ દીવાલ ઘડિયાળ સાથે બાઇક પર નિકળેલા બે શખ્સોને ટંકારા પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકાર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એક પેશન પ્રો બાઇક નં GJ-36-AA-6281 માં બે શખ્સો સોહિલ સત્તારભાઈ ભાણુ (ઉ.વ.૨૪) રહે. કલ્યાણપર તા. ટંકારા જી.મોરબી તથા દિનેશ નાનજીભાઈ જાદવ (ઉ.વ.૨૧) રહે.ટંકારા ઉગમણા નાકે પટેલ પાનની બાજુમા તા. ટંકારા જી. મોરબી વાળાઓને ચોરીની શકપડતી ૦૯ ઘડીયાળો કિમંત રૂપિયા ૩૦૦૦/- સાથે મળી આવતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી જેમાં બન્ને આરોપીઓએ આ દિવાલ ઘડીયાળો લજાઈ પાસે આવેલ સ્ટીવન કારખાનામાંથી ચોરી કાર્યનું કબુલ્યું હતું. જેને પગલે પોલીસે દિવાલ ઘડીયાળો નંગ ૦૯ કિમંત રૂપીયા ૩૦૦૦/ તથા
મો.સા નં GJ-36-AA-6281 વાળા ની કિ.રૂ. ૨૫૦૦૦ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.