મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલ બંગાવડી ડેમ ૮૦% ભરાઈ જતા નીચાણ વાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યો છે ત્યારે નદીના પટમાં ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે
આ અંગે જો વાત કરીએ તો મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલો બંગાવડી ડેમ 80% ભરાઈ ગયો છે. ત્યારે આ દરમ્યાન ટંકારા તાલુકાના બંગાવડી અને જોડિયા તાલુકાના ટીંબડી અને રશનાળ ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તેમજ માલ મિલકત અને ઢોરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.