ટંકારા: ડાયાલીસીસ સેન્ટર પાણી અને લાઈટ જનરેટર તેમજ કીટના અભાવે શોભાના ગાંઠિયા સમાન
મોરબી: સરકાર દ્વારા ટંકારા તાલુકામાં સીવીલ હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું જેથી કિડનીના દર્દીઓને સારવાર માટે મોરબી કે રાજકોટ ન જવુ પડે તેવા ઉદ્દેશથી ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ. સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યા પાણી અને લાઈટ જનરેટર અને કિટના અભાવે આ સુવિધાનું બાળ મરણ થયું હોય તેવો ધાટ સર્જાયો છે.
સરકાર દ્વારા કિડનીના દર્દીઓને તાલુકા મથક પર જ ડાયાલિસિસ સેન્ટર આપવામાં આવ્યું છે. જેથી ટંકારા તાલુકાના દર્દીને હવે મોરબી કે રાજકોટ જવાની જરૂર નહીં પડે. આ ડાયાલિસિસ સેન્ટર દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. આવા સરસ આશ્રય સાથે તાત્કાલિક સ્થાનિક આગેવાનો કે ચુંટાયેલા પ્રતિનિધિને બોલાવ્યા વિના શરૂ કરેલ સેન્ટરનુ બાળ મરણ થયુ હોય તેવું લાગી રહ્યુ છે કારણકે પાણી, લાઈટ જેવા પ્રશ્નો હજુ જેમના તેમ છે અને જરૂરી સુવિધાઓ ના હોવાથી સેન્ટર શોભાના ગાંઠીયા સમાન બની રહે છે. ત્યારે ટંકારા સેન્ટરના ઈન્ચાર્જ ડિમ્પલબેન પટેલ નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અહિ પાણીનો ટાંકો ભરાઈએ માટે વ્યવસ્થા અને લાઈટ જતી રહે તો જનરેટર ન હોય જેથી ત્રણ દર્દીઓ છે જેની અન્ય સ્થળે સારવાર ચાલુ કરવામાં આવી છે.
તો જીલ્લા કક્ષાએ ડાયાલિસિસ ટેક્નિશિયન હિરેન ગોસાઈનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હાલે રાજ્ય આખામાં સેન્ટરો શરૂ કરી દેતા કિટ આપતી કંપની પાસેથી જરૂરી જથ્થો મળી રહો નથી જેવો ગંભીર જવાબ આપ્યો હતો ત્યારે અહિ અસુવિધા બાબતે પુછતા તેમણે કહ્યું કે આ પાણી ને લાઈટ આપવાની જવાબદારી સિવીલ હોસ્પિટલની છે અમારૂ કામ સેન્ટર ચલાવવાનું છે જે માટે આઈ કે સી આર ડી અમદાવાદ દ્વારા જરૂરી સ્ટાફ અને મિશનરી ફાળવણી કરી આપી છે.
જ્યારે સિવિલ હોસ્પિટલ ટંકારાના ઈન્ચાર્જ અધિક્ષક ડો. પરમારનો સંપર્ક કર્યો હતો અને જે સેન્ટર ફાળવયુ છે ત્યાંની અસુવિધા અંગે સવાલ પૂછતાં જણાવ્યું હતું કે જે સેન્ટર શરૂ થઈ ગયુ છે ત્યા હજુ પચાસ બેડની હોસ્પિટલનુ કામ ચાલુ છે તંત્ર દ્વારા કમ્પ્લીશન સર્ટી. આપ્યું નથી ત્યારે જો કોઈ અણબનાવ થયો તો જવાબદાર કોણ અને જો સુવિધા માટે શરૂ કરેલ સેન્ટરમા સગવડ ન હોય તો પછી દર્દી માટે દરકાર કોણ લેશે અને શુ ફરી આ સેન્ટર શરૂ થશે અને એમ ડી ડોક્ટરની જગ્યા ભરવામાં આવશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.