Monday, March 9, 2026

ટંકારામાં વિઠ્ઠલભાઈ રાદડીયાની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)

ટંકારા: સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા આયોજિત મોરબી જિલ્લા સહકારી પરિવાર તથા સર્વ જ્ઞાતિ ના સહયોગથી ગુજરાત રાજ્યના ખેડૂત અગ્રણી વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્વિતિય નિમિત્તે બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આગામી તા.29 ના રોજ શ્રી સરદાર લેઉવા પાટીદાર શૈક્ષણિક સંકુલ રાજકોટ-મોરબી હાઇવે ખાતે સવારે 8 કલાકથી બપોરના 1 વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાનો પુત્ર જયેશ રાદડીયા (કેબિનેટ મંત્રી ગુજરાત), મગનભાઇ વડાવિયા (વાઇસ ચેરમેન રા.ડી.કો.ઓ.બેંક લી.,/ ડીરેક્ટર કૃભકો દિલ્હી) તથા ભવાનભાઇ ભાગીયા (ચેરમેન મા.યાર્ડ મોરબી) ઉપસ્થિત રહેશે. આ બ્લડ ડોનેશન કેમ્પનો લાભ લઈ રક્તદાન કરવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,595,127

TRENDING NOW