ટંકારાના લજાઈ ગામે આધેડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારના લજાઈ ગામે રહેતા હિરાભાઈ દાનાભાઇ ચાવડા (ઉ.વ.65)એ ગઇકાલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લીધો હતો. જેથી તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ આઇ.ટી.જામ ચલાવી રહ્યા છે.