ટંકારાના ધુનડા (ખા) ગામે કપાસમાં છાંટવાની ઝેરી દવા લાગતા શ્રમીકનુ મોત
ટંકારા: ટંકારા તાલુકાના ધુનડા (ખા) ગામે કપાસમાં છાંટવાની ઝેરી દવા લાગી જતા શ્રમીકનુ મોત નિપજ્યું.
પ્રાપ્ત માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના ધુનડા (ખા) ગામેરાજુભાઇ પટેલની વાડીએ રહેતા દીપકભાઈ રૂગનાથભાઈ મુરીયા ગત તા.૦૫/૦૯/૨૦૨૩ ના રોજ કપાસમા દવા છાટતા હતા ત્યારે ઝેરી અસર થતા ઉલટીઓ થતા પ્રથમ સારવાર ટંકારા પ્રાઇવેટ હોસ્પીટલ સારવર લઇ વધુ સારવર માટે મોરબિ સીવીલ હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.