Friday, March 13, 2026

ટંકારાના ઘુનડા ગામની સીમમાંથી જુગાર રમતા 7 ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના ઘુનડા ગામની સીમમાંથી જુગાર રમતા 7 ઝડપાયા.

મોરબીના ટંકારા તાલુકાના ઘુનડા ગામની વગડીયું તરીકે ઓળખાતી સીમમાં જુગાર રમતા 7 પત્તા પ્રેમીઓને પોલીસે પકડી પાડયા છે. ત્યાર તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ટંકારા પોલીસે બાતમીને આધારે ઘુનડા ગામની વગડીયું તરીકે ઓળખાતી સીમમાં દરોડો પાડી બાવળના ઝાડ નીચે જુગાર રમી રહેલા આરોપી હીતેષભાઇ અંબારામભાઇ રંગપરીયા રહે. ધુનડા (સ) તા.ટંકારા, કીશોરભાઇ ભાણજીભાઇ ભાટીયા, રહે.મહેન્દ્રનગર કાંન્તીજયોત તા.જી.મોરબી મુળ રહે. ઝીકીયારી, કાંન્તીલાલ મોહનભાઇ દેસાઇ, રહે.રાજકોટ સાધુવાસી રોડ, વલમજીભાઇ મોહનભાઇ માકાસણા, રહે.ચરાડવા તા.હળવદ, નાગજીભાઇ હરીભાઇ ફુલતરીયા, રહે. રવાપર રોડ આલાપ-રોડ મધુરમ સોસાયટી, મોરબી, જયંતિભાઇ છગનભાઇ પડસુંબીયા રહે.નાનીવાવડી જુનાગામમાં, મોરબી અને પ્રભુભાઇ તરશીભાઇ બાવરવા, રહે.રવાપર રોડ કેનાલ પાસે મોરબી વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 22,250 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,595,594

TRENDING NOW