ટંકારા તાલુકાના નસીતપર ગામે સરકારી ખરાબાની જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી આ રેડ મા ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા પોલીસે ૧૦.૪૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નસીતપર ગામે સરકારી ખરાબાની જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર અબ્દુલભાઈ અલ્લારભાઈ ખરોશી જાતે સિપાહી (૫૭) રહે, નાના રામપર, જવીદભાઈ અબ્દુલભાઈ ચૌહાણ જાતે સિપાહી (૨૨) રહે. માધાપર રેરી નં-૨૨ મોરબી, અજીતભાઇ જુસબભાઈ ચૌહાણ જાતે સિપાહી (૪૭) રહે. લાતી પ્લોટ શેરી નં-૮ મોરબી, અને નુરમામહમદ ઉમરભાઈ ચૌહાણ જાતે સિપાહી (૫૦) રહે, નસીતપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલિસ દ્વારા તેઓની પાસેથી રોકડા રૂપિયા ૧૦,૪૦૦ કબ્જે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવમાં આવી હતી.