હળવદ: હાલ જ્યારે અનેક જગ્યાએ સિંગીંગ શો ચાલી રહ્યા છે. અને હાલ સોની ટીવીમાં ઇન્ડિયન આઇડલ સીંગિંગ શો ચાલી રહ્યો છે. અને આખો દેશ આ શો નિહાળી રહ્યો છે. ત્યારે આપણા ગુજરાતમાં જોરાવર નગર ખાતે સિંગિગ કોમ્પીટિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ઝાલાવાડ સુપર સિંગર સ્પર્ધામાં ગુજરાતભરના ૨૦૦ થી વધારે સિંગરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૩ રાઉન્ડ પાસ કરવાના હોય છે. તો આ ઝાલાવાડ સુપર સિંગર સ્પર્ધામાં હળવદના ભવિષ જોષી પ્રથમ ૧- નંબરથી સિલેક્ટ થઈ સેમી ફાઇનલમાં પહોંચ્યા છે. જે બદલ હોવાનું ગૌરવ વધારવા બદલ ઠેર-ઠેરથી ભવિષ જોષીને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.