ગુરુપૂર્ણિમાના અવસર પર જોગ ધ્યાનપુરા આશ્રમ થાનગઢ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જ્યારે ગુરુપૂર્ણિમા ના કાર્યક્રમની શરૂઆત ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએથી એટલે કે તારીખ 2 ના રોજ થી થઈ જશે જેમાં સવારે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત બપોરે આનંદનો ગરબો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તદુપરાંત રાત્રે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલ્પાબેન પટેલ,વિવેક સંચાલા, મનસુખ વસોયા જેવા સાહિત્યકારો ઉપસ્થિત રહેવાના છે.
ઉપરાંત ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સવારના 9:00 કલાકે ગુરુ પૂજન વિધિ કરવામાં આવશે ત્યારબાદ 10:00 કલાકે ધ્વજાજી આરોહણ વિધિ કરવામાં આવશે. ઉપરાંત 11 વાગે ગુરુ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર ગુરુપૂજન નો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.