જેપુર પ્રાથમિક શાળા દ્વારા ચંદ્રયાન-૩ નું સફળ લેન્ડિંગનું પ્રસારણ બતાવવામાં આવ્યું
ગઈકાલે ચંદ્રયાન 3 નો સફળ લેન્ડિંગ ચંદ્ર પર થઈ ચૂક્યું છે ત્યારે એ ભારત માટે ગૌરવની વાત છે ત્યારે વિદ્યાર્થીઓએ પણ આ બાબતની વધુને વધુ જાણકારી મળે તે માટે મોરબી તાલુકાના જેપુર પ્રાથમિક શાળામાં ચંદ્રયાન ત્રણ નું સફળ લેન્ડિંગનું પ્રસારણ આજરોજ વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું હતું ત્યારે તેમની સાથે જેપુર ગામના ગ્રામજનો તથા વાલીગણ તેમજ એસએમસીના સભ્યો તેમ જ શિક્ષણ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચંદ્રયાનનો સફળ લેન્ડિંગ નિહાળ્યું હતું.








