જુના રેફાળેશ્વર રોડ પર એક અજાણ્યા યુવકનું ટ્રેનના અડફેટે મોત.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જૂના રફાળેશ્વર રોડ ઉપર મિલેનિયમ ટાઇલ્સ કારખાના પાસે ગત તા.૦૩-૦૨-૨૦૨૩ના રોજ રાત્રીના સમયે રેલવેના પાટા ઉપર આવી રહેલી ધસમસતી ટ્રેન હેઠળ આશરે પચ્ચીસ વર્ષીય અજાણ્યા યુવક જંપલાવતા મોત નીપજ્યું હતું. જો કે પોલીસે આ બનાવનું કારણ જાણવા અને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. હજુ મૃતકની ઓળખ મળી ન હોય જે કોઈને ઓળખ મળે તેમને મોરબી તાલુકા પોલીસ મથકના 02822242592 નંબર પર જાણ કરવા યાદીમાં જણાવાયું છે.