જામનગર જીલ્લા ની મહિલાઓ માટે 8 માર્ચ મહિલાદીન નિમિતે સિધ્ધિ પંડ્યાના અધ્યક્ષ સ્થાને નારી સન્માન નિબંધ ને રંગોળી સ્પર્ધા નું આયોજન.
જામનગર જિલ્લામાં નારી સશક્તિકરણ ના અભિયાન અંતર્ગત સિદ્ધિ પંડ્યાના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ 8 માર્ચ મહિલા દિન નિમિત્તે નારી સન્માન નિબંધ અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓને ભાગ લેવા માટે સિદ્ધિ પંડ્યા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
8 માર્ચ મહિલા દિન નિમિત્તે જામનગર જિલ્લામાં સિદ્ધિ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને નારી સન્માન નિબંધ અને રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નારી સશક્તિકરણની અંગેની રંગોળીઓ બનાવી તારીખ સાથે સેલ્ફી લઈ અધ્યક્ષ સિદ્ધિ પંડ્યા ને તેમના મોબાઈલ નંબર +919737317332 પર મોકલવાની રહેશે ઉપરાંત નારી સન્માન નિબંધનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આગામી આઠ માર્ચ મહિલા દિન નિમિત્તે આયોજનમાં ભાગ લઈ ઉતીર્ણ થનાર મહિલાઓને પુરસ્કાર આપવામાં આવશે.





