મોરબીના વાંકાનેર હાઇવે ઉપર વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે જાંબુડીયા નજીક બંધ પડેલ ટેન્કર પાછળ બાઇક ધુસી જતાં બાઇકસવારનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા નજીક બંધ પડેલા ટેન્કર પાછળ ઘુસી જતા હાલ પાનેલી ગામે રહેતા મૂળ વાંકાનેરના રાતાવિરડા ગામના સંજયભાઇ ભગવાનજીભાઇ ઉકેડીયા (ઉ.વ.૨૫) નામના બાઈક ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ અકસ્માતની ઘટનામાં મૃતક સંજયભાઈના ભાઈ ભરતભાઇ ભગવાનજીભાઇ ઉકેડીયાની ફરિયાદ ઉપરથી મરણજનાર વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.