જળક્રાંતિ ટ્રસ્ટના ૨૫૧ તળાવ નિર્માણ, ગોરક્ષા, ગ્રામવિકાસને આર્થિક સહયોગ આપવા પુરુષોતમભાઈ રૂપાલાની અપિલ.
ચોટીલા-ભેખડિયાના તળાવો જોવા ત્રણ રાજ્યના લોકો આવ્યાં.
સરકારી ચેકડેમ-તળાવોને સફળ કરવા જળક્રાંતિ ટ્રસ્ટના મોડેલને અનુસરવા તજજ્ઞનોની સરકાર, સંસ્થાઓઅને લોકોને અપિલ.
તા. ૨૦ અને ૨૨/૦૯/૨૪ના રોજ જળક્રાંતિ ટ્રસ્ટની ચોટિલા-ભેખડિયા તળાવ યોજના નિદર્શન યોજાયું હતું. જેનેનિહાળવા સાંસદ શ્રી પુરુષોતમભાઈ રૂપાલાજી, ચંદુભાઈ સિહોરા-સુરેન્દ્રનગર, વર્ધમાન પરિવાર-મુંબઈ, પતંજલિ રાષ્ટ્રીય યોગપીઠ અને રાજકોટ, અમદાવાદ, વડોદરા, મુંબઈના પ્રબુદ્ધ લોકો અને ગુજરાત–મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રના ૧૦૦ગામોના આદિવાસીઓ આવ્યાં હતાં..
ચોટિલાનો ઠાંગો પ્રદેશ ભારતની શ્રેષ્ઠ વીડભૂમિ-ગૌચરભૂમિ છે. હજારો ગાયો-ભેંસો-ઘેટાં-બકરાં અને અસંખ્ય વન્યજીવોનું આશ્રય સ્થાન છે. કૃષિમાં ભયાનક જળસંકટથી ગરિબી અને બેરોજગારી છે. જળક્રાંતિ ટ્રસ્ટના આર્થિકસહયોગથી ૪૦ ફૂટ સુધી ઊંડા તળાવો અને ૧૫ ફૂટ સૂધી ઊંચા ૧૦૦ વર્ષ ટકાઉ ચેકડેમો નિર્માણ કરીને કૃષિ, ગોવંશ,જીવસૃષ્ટિ, ગામડાં આબાદ કરાશે. પુરુષોતમભાઈ રૂપાલાજીએ જણાવેલ કે જળક્રાંતિ ટ્રસ્ટને મળેલ દાનનું સંસ્થા ૧૦૦ ગણાથી વધુ વળતર દેશને આપે છે. મનસુખભાઈ સુવાગીયાએ દેશને જળક્રાંતિ, ગીર અને કાંકરેજ ગાયની ક્રાંતિ, ગાયઆધારિત પ્રાકૃતિક કૃષિ, દેશી કૃષિબીજ અને દેશી આંબાની સુરક્ષા અને દિવ્યગ્રામ યોજના આપીને દેશની અજોડ સેવા કરી છે. આ તેઓનું જળતપ-ગોતપ, કૃષિતપ અને રાષ્ટ્રતપ છે. જેને તન-મન-ધનથી સહયોગ આપવા ઉદ્યોગપતિઓ, મહાજનોને અપિલ કરી હતી. ચોટિલા-ભેખડિયા યોજનાને કિસાનો, વિદ્યાર્થીઓ, ગોપાલકો,પર્યાવરણ રક્ષકોનું પ્રશિક્ષણ કેન્દ્ર બનાવવા અપિલ કરી હતી.
સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાએ આ યોજનાને જિલ્લાથી શ્રેષ્ઠ જળયોજના અને ગ્રામવિકાસનું આદર્શ મોડેલતરીકે બિરદાવી હતી. પુનિતભાઈ ચોવટિયા, સુરેશભાઈ ચાવડા, રાજુલભાઈ માકડિયા, ઘનશ્યામભાઈ ભાલાળા,રવજીભાઈ વસાણી તરફથી જળક્રાંત્તિ ટ્રસ્ટને એક એક તળાવનું દાન મળેલ છે.
આદિવાસી ગામ ભેખડિયા-જામલીમાં જળક્રાંતિ ટ્રસ્ટના આર્થિક સહયોગથી નિર્માણ થયેલ ૮૦ ચેકડેમ-તળાવોથી કૃષિઆવક-રોજગારીમાં પાંચગણી વૃદ્ધિ થઈ છે. મનસુખભાઈ સુવાગીયાની પ્રેરણાથી આદિવાસી ગામો તમાકુ-ગુટખા-દારૂ-શિકાર-માંસાહાર, ડુંગરા બાળવાથી મુક્ત થયાં. એ ભારત અને વિશ્વની પ્રથમ ઘટના છે. નર્મદાકાંઠે ૧૦૦૦ આદિવાસી ગામોમાં પીવાના પાણીની કારમી સમસ્યા છે. લોકો ૫૦૦થી ૧૫૦૦ ફૂટ ઊંડી ખીણોમાંથી માથે ઉંચકીને પીવાનું પાણી લાવે છે. ! રાજસ્થાનના જેસલમેર-બાડમેરમાં રણપ્રદેશમાં ગાયોને ઉનાળાની ૫૦ ડીગ્રીની ગરમીમાં પાણી પીવા ૨૦થી ૩૫ કિ.મી. ચાલવું પડે છે.ગાયોને બે દિવસે પાણી મળે છે. વન્યજીવોને માત્ર વર્ષાઋતુમાં જ પાણી મળે છે; ત્યારે જળક્રાંતિ ટ્રસ્ટના સંપૂર્ણ આર્થિક સહયોગથી ત્રણ રાજ્યના આદિવાસી ગામોમાં ૧૦૦ તળાવ,રાજસ્થાનના રણપ્રદેશના ૩૦ ગામોમાં ૧૧૧ તળાવ અને ચોટિલા ગૌચરમાં ૫૧ તળાવ નિર્માણ કરીને લોકો–ગાયો અને જીવસૃષ્ટિની આબાદી સાથે વિશ્વપ્રેરક જળયોજના સાકાર કરાશે જેમાં ઉદાર સહયોગ આપવા જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ સુવાગીયાએ અપિલ કરી છે.જળક્રાંતિ ટ્રસ્ટ સરકારથી માત્ર ૧૦-૨૦ ટકા ખર્ચમાં ૧૦૦થી વધુ વર્ષ ટકાઉ અને વિશાળ જળભંડાર જેવા તળાવો જોઈને નિવૃત ઈજનેરો-તજજ્ઞો-મહાજનોએ જળક્રાંતિ ટ્રસ્ટની પાણી-ગાય-પ્રાકૃતિક કૃષિ, દિવ્યગ્રામ યોજનાને અનુસરવાસ રકાર, સંસ્થાઓ, દાતાઓ અને લોકોને અપિલ કરી છે.





