ચરાડવા ગામ નજીક પંચાસર નામની સીમમાંથી વિદેશી દારૂની 276 બોટલ સાથે બે ઝડપાયાં: એક ફરાર
મોરબી: હળવદ તાલુકાના ચરાડવાથી સમલી ગામ તરફ જવાના રસ્તે પંચાસર નામની સીમમાંથી ઈંગ્લીશ દારૂની ૨૭૬ બોટલો સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામ રહેતા આરોપી બાબુભાઈ દુદાભાઈ સાનીયા તથા મહેશભાઈ આત્મારામભાઈ મકાસણા અને રોહિત ભાણજી મોકાસણા એ હળવદના ચરાડવાથી સમલી ગામ તરફ જવાના રસ્તે પંચાસર નામની સીમમાં આવેલ ખરાબાની જમીનમાં રાઈના કુચાના ઢગલામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૭૬ કિં.રૂ. ૮૨,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૧ કિં. રૂ. ૫૦૦૦ મળી કુલ કિં.રૂ. ૮૭,૮૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી બાબુભાઈ અને મહેશભાઈને હળવદ પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય એક રોહિત ભાણજીભાઈ નામનો શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. તેમજ પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.