Wednesday, March 11, 2026

ચંદીગઢથી ભારત ભ્રમણ કરવા નિકળેલ અમિત ત્યાગી આજે મોરબી પોહચીયો

Advertisement
Advertisement
Advertisement

ચંદીગઢથી ભારત ભ્રમણ કરવા નિકળેલ અમિત ત્યાગી આજે મોરબી પોહચીયો

મોરબી: ચંદીગઢથી અમિત ત્યાગી સાઇકલ દ્વારા ભારત ભ્રમણ કરવા નીકળેલ છે ત્યારબાદ શ્રીલંકા, બાંગ્લાદેશ થઈને છેલ્લે ઓસ્ટ્રેલિયાનો સાયકલથી પ્રવાસ કરનાર છે. જેઓ આજે તા. 20/9/2022 ને મંગળવાર ના રોજ મોરબીમાં મુકામ દરમિયાન, પતંજલિ યોગ સમિતિના યુવા પ્રભારી, સંજયભાઈ રાજપરાને સાથે રાખી, સરસ્વતી શિશુ મંદિરની મુલાકાત લીધી હતી.

જેમાં વ્યવસ્થાપક, જયંતિભાઈ રાજકોટિયા, મહેશભાઈ જાની, નિયામક, સુનિલભાઈ પરમાર, સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી અને શાળાના પરિસરને નિહાળ્યું હતું. જેમાં તેમણે ભારત માતા મંદિર, 52 શક્તિપીઠ, યજ્ઞશાળા, ગૌશાળા તેમજ ઔષધીય વૃક્ષો નિહાળી શાળામાં ચાલતી વૈદિક અને વ્યક્તિ વિકાસલક્ષી પ્રવૃત્તિને બિરદાવી હતી. ત્યારબાદ તેઓ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ, ટંકારા જવા માટે પ્રયાણ કરેલ. આજે તેઓ શ્રી દયાનંદ સરસ્વતી જન્મભુમિ સ્મારકના દર્શન કરી રાત્રી રોકાણ ટંકારા કરનાર છે.

Related Articles

Total Website visit

1,595,279

TRENDING NOW