Tuesday, March 10, 2026

ઘુંટુ ગામે રહેણાક મકાનમાંથી વ્હિસ્કી અને વોડકા નો જથ્થો ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

ઘુંટુ ગામે રહેણાક મકાનમાંથી વ્હિસ્કી અને વોડકા નો જથ્થો ઝડપાયો.

મોરબી તાલુકા પોલીસ ટીમે ઘુંટુ ગામે પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી વ્હીસ્કી અને વોડકાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા આરોપી હરજીભાઈ ધીરુભાઈ અદગામાએ પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી મળતાં મોરબી તાલુકા પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપીના રહેણાંકમાંથી વ્હીસ્કી અને વોડકાની જુદી જુદી બ્રાન્ડની 95 બોટલ કિંમત રૂપિયા 34,500 મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હરજીભાઈ હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

Related Articles

Total Website visit

1,595,221

TRENDING NOW