Monday, March 9, 2026

ગેરકાયદેસર રીતે આલ્કોહોલ જેવું પ્રવાહી વેચતા ત્રણ શખ્સો ને દબોચી લેતી ગાગોદર પોલીસ.

Advertisement
Advertisement
Advertisement

ગેરકાયદેસર રીતે આલ્કોહોલ જેવું પ્રવાહી વેચતા ત્રણ શખ્સો ને દબોચી લેતી ગાગોદર પોલીસ.

હાલ રાજ્યભરમાં આલ્કોહોલ જેવા શંકાસ્પદ હર્બલ ટોનિકના નામે વેચાતા પ્રવાહીઓનું ચલણ ખૂબ વધ્યું છે ત્યારે પાનના ગલ્લા પર હર્બલ ટોનિકના નામે આલ્કોહોલ જેવું પ્રવાહી વેચાતું હોય છે અને ઘણા લોકો એમનું સેવન પણ કરતા હોય છે ત્યારે પોલીસ દ્વારા આ ગેરકાયદેસર રીતે વેચાતા પીણા વેચનાર પર લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે ગાગોદર પોલીસ એ ત્રણ શખ્સોને 89 જેટલી હર્બલ ટોનિકની બોટલો સાથે પકડી પાડ્યા છે.

ક્યારે આ અંગે મળતી માહિતી મુજબ ગાગોદર પોલીસ ના પીએસઆઇ ડી આર ગઢવી તથા તેમના સ્ટાફ દ્વારા ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાનના દુકાનો અને ગલ્લાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ચિત્રોડ ગામે આવેલ વ્રજપાન આઈસ્ક્રીમ નામની દુકાનમાંથી હર્બલ ટોનિકની બોટલો કુલ નંગ 17 તથા ડીલક્ષ પાન નામની દુકાનમાંથી હર્બલ ટોનિકની બોટલો કુલ નંગ 40 ઉપરાંત કામનેર ગામમાં આવેલ જયભીમ નામની કરિયાણાની દુકાનમાંથી હર્બલ ટોનિક ની કુલ બોટલ નંગ 32 આધાર પુરાવા વગર મળી આવી હતી ત્યારે પોલીસ દ્વારા કુલ 89 જેટલી બોટલો કબજે કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,595,124

TRENDING NOW