Tuesday, May 6, 2025

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા માધાપરવાડી શાળાની બાળાઓની પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા માધાપરવાડી શાળાની બાળાઓની પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી

મોરબી,અત્રેની માધાપરવાડી કન્યા શાળાની સિદ્ધિઓમાં વધુ એક છોગું ઉમેરાયું છે,વાત જાણે એમ છે કે શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ગુજરાત રાજ્યની તમામ શાળાઓનું મોનીટરીંગ અને મેનેજમેન્ટ થઈ રહ્યું છે,વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળાઓમાં લેવાતી એકમ કસોટીઓ સત્રાંત અને વાર્ષિક પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓની સિદ્ધિઓનું મૂલ્યાંકન થતું હોય છે જેમાં ખાસ કરીને ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન ત્રણેય વિષયમાં સત્રાંત અને વાર્ષિક પરીક્ષામાં 80 માર્કથી વધુ ગુણ પ્રાપ્ત કરેલ હોય એવા વિદ્યાર્થીઓની શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી કરવામાં આવે છે જેમાં ગત શૈક્ષણિક વર્ષ 2022/23 ની પરીક્ષાના આધારે ધો.7 ની વિદ્યાર્થીનીઓ પૈકી હેન્સી દિલીપભાઈ પરમાર, વંદના હંસરાજભાઈ પરમાર,જાનવી હિતેશભાઈ ભટ્ટ,સ્વાતિ રમેશભાઈ પરમાર,અને ધો.6 ની ગાયત્રી છગનભાઈ ડાભી અને હેમાંશી દિનેશભાઈ સરલા વગેરે વિદ્યાર્થીનીઓનો પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકેના પ્રમાણપત્ર અને બેઈઝ અર્પણ કરી સન્માન કરાયું હતું.આ તકે શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ તમામ વિદ્યાર્થીનીઓને તેમજ ધોરણ 6 થી 8 ના શિક્ષકો જયેશભાઈ અગ્રાવત,ચાંદનીબેન સાંણજા, દયાલજીભાઈ બાવરવા, દિનેશભાઈ સાવરિયા અને નિલમબેન ગોહિલ તમામને ખુબ ખુબ અભિનંદન પાઠવી ધન્યવાદ આપ્યા હતા.અને ચાલુ વર્ષે પણ ખુબજ સરસ રીતે ગુણવત્તા લક્ષી શિક્ષણ કાર્ય કરાવી આવતા વર્ષે વધુ વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી પામે એવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,785

TRENDING NOW