Friday, March 13, 2026

ગુજરાતના ખેડૂતોને ઉનાળામાં પાક વાવેતર માટે 2.27 મિલીયન એકર ફીટ વધારાનું પાણી મળશે

Advertisement
Advertisement
Advertisement


ગુજરાતના ખેડૂતો આનંદો

ગુજરાતના ખેડૂતોને ઉનાળામાં પાક વાવેતર માટે 2.27 મિલીયન એકર ફીટ વધારાનું પાણી મળશે


નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને આ વર્ષે 9 MAFના સ્થાને 11.27 MAF પાણીની ફાળવણી કરવામાં આવી


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠકના બ્રિફિંગમાં પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી મળશે.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને દર વર્ષે ફાળવણી થતા 9 MAF પાણીના સ્થાને કુલ 11.27 મિલયન એકર ફીટ પાણીની ફાળવણી કરી છે. જેના પરિણામે આ વર્ષે ગુજરાતના ખેડૂતોના ભાગે વધારાનું પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ બનશે.

વધુમાં તેમણે ઉમેર્યુ કે રાજ્યના જે ડેમોમા જૂથ યોજનાઓ છે ત્યાં નર્મદા સિવાયનું પણ પાણી આપવામાં આવશે. જેના પરિણામે આ વર્ષે રાજ્યના ખેડૂતોને વાવેતરમાં વધુ સરળતા રહેશે તેવું મંત્રીશ્રી એ ઉમેર્યુ હતુ.

રાજ્યમાં આ વર્ષે પણ ઉનાળામાં પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Related Articles

Total Website visit

1,595,566

TRENDING NOW