મોરબી: મૂળ ચાચાપર ગામના વતની અને વૂમન લોકરક્ષક તરીકે મોરબી જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂતે ૩૬ મી ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૨માં સીનીયર બહેનોના વિભાગમાં ગોલ્ડ મેડલ જીતીને મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે.
ભુમિકાબેને વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધીમાં કુલ ૨૫ જેટલી એથલેટીક્સ ઇવેન્ટની અલગ અલગ કક્ષાઓની સ્પર્ધામાં ભાગ લઈને તમામ ઇવેન્ટમાં ઉત્તમ પ્રદર્શન કરીને મોરબી જીલ્લા પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે જેઓ અત્યાર સુધીમાં ૨૨ ગોલ્ડ મેડલ, ૦૨ સિલ્વર મેડલ, ૦૧ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયેલ છે.
ત્યારે તાજેતરમાં જુનાગઢ દ્વારા દર વર્ષે યોજાતી ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં વર્ષ ૨૦૨૨ માં ભૂમિકાબેન દ્વારા સીનીયર બહેનોના વિભાગમાં ૪૧.૨૮ મિનીટમાં ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે અગાઉ વર્ષ ૨૦૧૯-૨૦ માં ગીરનાર સ્પર્ધા ૩૮.૨૧ મીનીટમાં રેકોર્ડ સાથે પૂર્ણ કરી હતી છેલ્લા ચાર વર્ષથી જુનાગઢ ગીરનાર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ભૂમિકાબેન મોરબી જીલ્લા પોલીસને ગૌરવ અપાવી રહ્યા છે.





