ગિરનારની ગોદમાં ગુંજશે ગિરનારના નાદ: મહાશિવરાત્રીના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું વાયરલ ગીત ‘ગિરનારી ગિરનારી ગિરનારી’
જૂનાગઢ: ગરવો ગઢ ગિરનાર, જેની પાવન ધરા પર નવનાથ, ચોરાસી સિદ્ધો, ૬૪ જોગણીઓ અને બાવન વીરના બેસણા છે, ત્યાં ફરી એકવાર પૌરાણિક પરંપરા મુજબ મહાશિવરાત્રીના ભવ્ય મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ પવિત્ર પર્વ પર જ્યારે લાખોની સંખ્યામાં ભાવિકો નાગા સાધુઓની રવેડી અને શાહી સ્નાનના દર્શન કરવા ઉમટી પડશે, ત્યારે આ વર્ષે ભક્તિના આ માહોલમાં એક વિશેષ આકર્ષણ ઉમેરાયું છે.
સોશિયલ મીડિયામાં ‘ગિરનારી’ ગીતની ધૂમ
આ વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વ પર શ્રદ્ધાળુઓની આસ્થાને સંગીતના સૂરોમાં પરોવવા માટે સ્ટુડિયો સરસ્વતી (જૂનાગઢ) પ્રસ્તુત એક વિશેષ ભેટ પેશ કરવામાં આવી છે. લેખક વનરાજ ચૌહાણ (વિરહ) દ્વારા લિખિત અને હિન્દી ભાષામાં તૈયાર થયેલું ‘ગિરનારી ગિરનારી’ સોંગ હાલ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીત તેની ભવ્યતા અને શિવભક્તિના કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે.
ગીતના કલાકારો અને નિર્માણ ટીમ
શ્રદ્ધાળુઓના વિશ્વાસ અને આસ્થાનું કેન્દ્ર બનેલા આ ગીત પાછળ અનેક નામી કલાકારોની મહેનત જોડાયેલી છે:
ગાયક અને સંગીત: તેજસ પટેલ (Tejas Patel)
નિર્માતા: મનોજ એન. જોબનપુત્રા
CEO: નેવિલ એમ. જોબનપુત્રા
ગીતકાર અને સહ-નિર્માતા: વનરાજ ચૌહાણ (વિરહ)
નિર્દેશક: પ્રણવ જેઠવા JP
કલાકાર: નીતિન અભિમન્યુ
ભક્તિમય બનશે જૂનાગઢ
દર વર્ષે શિવરાત્રીના મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાતો હોય છે. ગિરનારીના નાદ સાથે જ્યારે આખું જૂનાગઢ ગુંજી ઉઠશે, ત્યારે આ હિન્દી શિવ ભજન શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં ઓર વધારો કરશે. વહીવટી તંત્ર દ્વારા લાખો શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા અને સુવિધાની પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે કલા જગત પણ આ પર્વને વધાવવા માટે સજ્જ બન્યું છે.






