Wednesday, June 24, 2026

ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા ની આગેવાની માં સુરેન્દ્રનગર નાં વડધ્રા ગામે ખેડૂત મીટીંગ યોજાય જેમાં 20 થી વધુ ગામ ના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા

Advertisement
Advertisement
Advertisement

ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા ની આગેવાની માં સુરેન્દ્રનગર નાં વડધ્રા ગામે ખેડૂત મીટીંગ યોજાય જેમાં 20 થી વધુ ગામ ના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા

થાનગઢ અને મૂળી તાલુકા માં સૌની યોજના મારફતે પહેલા પાણી આપવામાં આવ્યું ત્યાર બાદ ખેડૂતો એ રવીપાક ની વાવણી કરી અને અચાનક વાલ બંધ કરી દેવામાં આવ્યો. હાલ ખેડૂતો ની નજર સામે પાણી ના અભાવે રવીપાક બળી જવાની તૈયારી પર છે. ગત 18 તારીખે ખેડૂતો એ ઉગ્ર રજૂઆત કરી જેના કારણે વાલ ચાલુ થયા ત્યાર બાદ 4 કલાક માં જ રાજકીય નેતા ના ઇશારે વાલ બંધ કરવામાં આવ્યો જેના કારણે ખેડૂતો માં ખૂબ જ આક્રોશ ઉભો થયો છે. પાક બચાવવા ખેડૂતો પાણી ની માંગ સાથે આક્રમક જોવા મળ્યા હતા. વડધ્રા ગામે 20 થી વધુ ગામ ના આગેવાની ની મીટીંગ યોજાઈ જેમાં નિર્ણય લેવાયો કે આગામી 5 દિવસ માં સૌની યોજના અંતર્ગત મૂળી અને થાનગઢ નો સ્કાવર વાલ ખોલી ખેડૂતો ને સિંચાઇ નું પાણી આપવામાં નહિ આવે તો ભાજપ નેતાઓ ની ગામડા માં પ્રવેશ બંધી ના પોસ્ટર લાગશે તેમજ વિરોધ કરવામાં આવશે સાથે જ જીલ્લા કક્ષા એ મોટી સંખ્યા માં ખેડૂતો એકત્રિત થઈ આશ્ચર્ય ચકિત કાર્યક્રમો આપશે આ તકે મોટી સંખ્યા માં આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Total Website visit

1,609,209

TRENDING NOW