Monday, March 9, 2026

ખેડૂતોને હોર્સ પાવર આધારિત વીજળી આપવા ભારતીય કિસાન સંઘની માંગ

Advertisement
Advertisement
Advertisement

ખેડૂતોને હોર્સ પાવર આધારિત વીજળી આપવા ભારતીય કિસાન સંઘની માંગ

વર્તમાન સમયમાં કિસાનોને વીજ પુરવઠો હોર્સ પાવર આધારિત અને મીટર આધારિત આપવામાં આવે છે.જેમાં બંને ના વીજદરમાં તફાવત હોય જે બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા મોરબી કલેકટરને આવેદન આપ્યું છે.

ખેડૂતોને હાલ હોર્સ પાવર આધારિત તેમજ મીટર આધારિત વીજ પુરવઠો આપવામાં આવતો હોય છે અને બંને ના ભાવમાં તફાવત હોય ત્યારે વીજ મીટર આધારિત ખેડૂતોને નુકસાની જાય છે. જેથી મીટર આધારિત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારિત વીજ પુરવઠો આપી સમાનતા લાવવા માટે કલેકટર ને આવેદન આપવામાં આવ્યું હતું. ઉપરાંત કલેકટર કચેરી ખાતે ખેડૂતો દ્વારા આ માંગને લઈને ધરણા પણ કરવામાં આવ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,188

TRENDING NOW