મોરબી: ખાતરમાં ભાવ વધારો કરવામાં આવતા ખેડૂતોની કપરી પરિસ્થિત બની છે. જેથી ભાવ વધારો પાછો ખેંચવા ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માડવીયાને રજુઆત કરી છે.
તેમણે રજુઆતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં સરકાર દ્વારા રાસાયણિક ખાતરોમાં જેમાં ડીએપીમાં રૂ.150 અને એન.પી.કેમા રૂ.285 જે ભાવ વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને બોજા સમાન છે. ખેડૂતોને આર્થિક રીતે નુકસાન વેઠવું પડે છે અને હાલ પરિસ્થિતિ એવી છે કે, જમીનમાં રાસાયણિક ખાતર વિના ઉત્પાદન ઘણું ઓછું આવતું હોય છે જેના કારણે રાસાયણિક ખાતર ફરજિયાત છે જે આ ભાવ વધારાના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય અને ખેડૂતોના હિતમાં નિર્ણયના ભાવ વધારાને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે.