ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાના સયુંકત રીતે સ્વતંત્રતા દિવસની ઉલ્લાસભેર ઉજવણી
માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામે ગ્રામ પંચાયત, સાર્વજનિક હાઈસ્કૂલ, મિશ્ર પ્રાથમિક શાળા, કુમાર પ્રા. શાળા અને કન્યા પ્રા. શાળા ના સયુંકત ઉપક્રમે 78 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પરેડ સાથે ખાખરેચી ગામના સરપંચશ્રી વનીતાબેન દિનેશભાઇ પારજીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી મેહુલભાઈ ભોરણિયાએ આઝાદી અપાવનાર શહીદો અને સ્વાતંત્ર્યસેનાનીઓના જીવનમૂલ્યોની વાત કરી હતી.. તેમજ વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા દિવસ અને ઝાંસીની રાણી, સરદાર પટેલના જીવન પર પોતાના વિચારો રજુ કર્યા, પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીત પર નૃત્ય અને પિરામિડ જેવા કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા..
આ તકે માર્ચ 2024 મા લેવાયેલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં એક થી ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયત દ્વારા રોકડ પુરસ્કાર, ધોરણ 3 થી 12 ના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સરપંચશ્રી વનીતાબેન દિનેશભાઇ દ્વારા દ્વારા શિલ્ડ તેમજ નાના વિદ્યાર્થીઓને પેડ,હાઈસ્કૂલ દ્વારા ફોલ્ડર ફાઈલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા .ઉપરાંત શાળાના નિવૃત શિક્ષક ભુદરભાઈ હુલાણી અને જશાપરા હરેશભાઇ દ્વારા ધોરણ 10 અને 12 ના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઉપયોગી એવી ગિફ્ટ આપીને સન્માનિત કર્યા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વક્તવ્ય રજુ કરનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા પંચાયત સભ્ય મહેશભાઈ પારજીયા,સામાજિક અગ્રણી દુર્લભજીભાઈ થડોદા, આર. કે. પારજીયા,ખાખરેચી સેવા સહકારી મંડળીના પ્રમુખ અશોકભાઈ બાપોદરિયા,પંચાયત સદસ્ય ભાવેશભાઈ લંઘણોજા, કમલેશભાઈ પારજીયા, પિયુષભાઇ વિઠલાપરા, પરમાર વિનોદભાઈ, તલાટી મંત્રી હિરેનભાઈ અઘારા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને ખાખરેચી ગ્રામ પંચાયતના સરપંચશ્રી વનીતાબેન દિનેશભાઇ પારજીયા , ખાખરેચી જિલ્લા પંચાયતના સભ્યશ્રી મહેશભાઈ પારજીયા, તમામ સદસ્યશ્રીઓ, તમામ શાળાના આચાર્યશ્રીઓ તથા શિક્ષકગણ, આંગણવાડી અને ગ્રામજનોની હાજરીમાં તમામ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો.