
માળીયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આડા સંબંધ રાખનાર મહિલાને પોતાની સાથે લઈ જવા પ્રેમીએ દાદાગીરી કરતા સાથે જવાની નાં પાડતા પરિણીતાને પતિની નજર સામે જ કોષના ઘા ઝીકી પ્રેમી નાશી ગયો હતો.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ખાખરેચી ગામે જીતુભા જાડેજાની વાડી વાવતા રણજીતભાઇ બામેટીયાભાઇ વસાવાની પત્ની શારદાબેનને આરોપી ભુપતભાઇ સવાભાઇ ઠાકોર,(રહે. ઝીઝુવાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગર હાલ રહે.હાસલપુર ચોકડી, વિરમગામ) વાળા સાથે આડા સંબંધ હોય તા.૧૩ના રોજ પોતાના ભાઈ સાથે ફરિયાદીની વાડીએ આવી શારદાબેનને પોતાની સાથે આવવાનું કહેતાં શારદાબેનને પોતાના પ્રેમી ભુપતભાઇ સવાભાઇ ઠાકોર સાથે જવાની નાં પાડતા ભૂપતે લોખંડની કોષ વડે માર મારતાં શારદાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. તેમજ ભૂપતની સાથે રહેલા તેના ભાઇ બીજલભાઇ સવાભાઇ ઠાકોરે શારદાબેન તથા તેમના પતિને પકડી રાખી હત્યામાં મદદગારી કરી વચ્ચે પડેલા રણજિતભાઈને પણ માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
આ બનાવમાં મૃતક શારદાબેનના પતિ રણજિતભાઈ વસાવાની ફરિયાદ પરથી માળીયા પોલીસે આરોપી ભુપત અને બીજલ ઠાકોર વિરુદ્ધ આઈપીસી એક્ટ હેઠળ ગુન્હો નોંધી હત્યા નીપજાવી નાસી છૂટેલા બન્ને શખ્સોને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

