જામ ખંભાળિયા શ્રીમાંકર પરિવાર લંડનના સહયોગથી ખંભાળીયામાં રવિવાર તા.21-12-25ના લાયન્સ કલબ તથા જલારામ સત્સંગ મંડળ શ્રીમાંકર પરિવાર લંડનના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં જલારામ મંદિર જોધપુર ગેઇટ પાસે આગામી રવિવારના તા.21-12-25ના રોજ લાયન્સ કલબ ખંભાળીયા તથા જલારામ સત્સંગ મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9થી બપોરે બે વાગ્યા સુધી યોજાનાર આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને રક્તદાન કરવા લાયન્સ કલબ પ્રમુખ પરબતભાઇ ગઢવી તથા જલારામ સત્સંગ મંડળના પ્રમુખ ભાવેશભાઈ વિઠ્ઠલાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલ સરકારી હોસ્પિટલ તથા બ્લડ બેંકોમાં લોહીની જરૂરત હોય તથા 18થી 60 વર્ષના 45 કિલો ઉપરના કોઈપણ વ્યક્તિ રક્તદાન આપી શકે જેમને દાતા પરિવાર દ્વારા આકર્ષક ભેટ પણ આપવામાં આવશે.
આ કેમ્પમાં વિશાળ પ્રમાણમાં રક્તદાન કરવા યુવાનો અને યુવતીઓને પ્રોજેક્ટ ચેરમેન લાઈન્સ ક્લબના સુરેશભાઈ નકુમ તથા જલારામ મંદિરના સુનિલભાઈ ગોકાણીએ અપીલ કરેલ છે, કેમ્પને સફળ બનાવવા લાયન્સ ક્લબના પ્રમુખ પરબતભાઈ ગઢવી, ડો સાગરભાઇ ભૂત અમિતભાઈ બુધ્ધ ભટી, જલારામ મંદિરના પ્રમુખ ભાવેશભાઈ વિઠલાણી , મનીષભાઈ પાબારી , રાજભાઈ પાબારી તથા તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.





