Tuesday, June 23, 2026

ખંભાળિયા તાલુકામાં ચાલતા પાણી પુરવઠા ની પાઈપલાઈન ના નિયમ વિરુદ્ધ ચાલતા કામમાં યોગ્ય કાર્યવાહી કરવા બાબત નાયબ કાર્યપાલક એન્જિનિયર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું 

Advertisement
Advertisement
Advertisement

ખંભાળિયા તાલુકામાં ચાલતા પાણી પુરવઠા ની પાઈપલાઈન ના નિયમ વિરુદ્ધ ચાલતા કામમાં યોગ્ય કાર્યવાહી કરવા બાબત નાયબ કાર્યપાલક એન્જિનિયર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું 

ખંભાળીયા તાલુકામાં પાણી પુરવઠા દ્વારા ડાયરેક્ટ અથવા સંપ મારફત દરેક ગામડા સુધી પ્રજાને જીવન જરૂરિયાત પાણી પહોંચાડવા માટે ની અઢળક ગ્રાન્ટના ખર્ચ દ્વારા જે પાઇપ લાઇન પીવીસી તેમજ D.I પાઇપ નાખવામાં આવી ફરિયાદ છે, તેમાં અમારી જાણ મુજબ કંપની (કોન્ટ્રાક્ટર) દ્વારા કામ ની ગાઈડ લાઈન મુજબ પૂરતું ખોદાણ કે સેફટી તેમજ ફિટિંગ ની ગુણવતા ને ધ્યાનમાં લીધા વગર આડેધડ ભ્રસ્ટાચાર થઇ રહેલ હોય તો સરકાર શ્રી દ્વારા પ્રજા ની પરસેવા ની કમાણી ના પૈસા નો વ્યય થતો હોય એવું પ્રાથમિક નજરે લાગે છે, જેનું ઉદાહરણ તરીકે લઈએ તો પાઇપ લાઈન નાખવા માં કોન્ટ્રાક્ટ માં આપેલી શરતો માં જે ઊંડાઈ નો અને લાઈન લેન્થ નો જે સ્પષ્ટ ઉલ્લેખ છે, એ પ્રમાણે માન્ય કોન્ટ્રાક્ટર જે કામગીરી કરવાની હોય એની જગ્યા એ ખુલ્લી જમીન માં લિસોટા કરીને આડી અવળી પાઇપ લાઈનો નાખેલ હોય જે નરી આંખે દેખાય છે, તે રીતે જમીન ઉપર અનેક જગ્યાએ બિછાવવા માં આવી છે, આ કામગીરી ત્વરિત ધોરણે અટકાવી ને યોગ્ય અધિકારી દ્વારા  ધ્યાન દોરવા માં આવે એવી અમારી રજૂઆત કરી હતી તેમજ આ પાઇપ લાઈન બિછાવવા ની કામગીરી માં ઘણી જગ્યાએ કુદરતી પાણી ના સ્ત્રોત અને અછત ના સમયે જે ચેકડેમ અને નાના મોટા તળાવ બાંધેલા હતા એની માટીના પાળા ઓને તોડી ને વચો વચ થી આ પાઇપ લાઈન બિછાવવા ની કામગીરી ચાલુ છે, તે સ્પષ્ટ પણે નીતિ નિયમો અને શરતો નો ભંગ થતો હોય એવું પ્રાથમિક નજરે દેખાય છે,  તેમાં પ્રજાના અને સરકાર શ્રી ના લાંબા ગાળાના આયોજન માટે વપરાતા રૂપિયાનું વ્યય અટકાવવા માટે યોગ્ય અધિકારી દ્વારા તપાસ કરી ને થયેલ કામ માં જ્યાં ગેરરીતિ જણાય તે કામ પુનઃ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી..

Related Articles

Total Website visit

1,609,149

TRENDING NOW