ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે જાહેરમાં જુગાર રમતા કુલ -૭ ઈસમોને પકડી પાડતી એલ સી બી – દેવભુમિ દ્વારકા
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ નાઓએ દારૂ-જુગારની પ્રવ્રુત્તિ નેસ્તોનાબુદ કરવા સબંધે અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી પી.સી.શીંગરખીયાનાઓની રાહબરી હેઠળ પો.સ.ઈ. શ્રી એ.એલ.બારસીયા તથા પો.સ.ઇ. એસ.એસ.ચૌહાણ નાઓની અલગ-અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં આજરોજ તા.૩૦/૦૭/૨૦૨૪ ના એલ.સી.બી. સ્ટાફના માણસો ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હતા. દરમ્યાન એ.એસ.આઇ. સજભા જાડેજા તથા હેડ કોન્સ. સહદેવસિંહ જાડેજા, ડાડભાઈ જોગલ નાઓને મળેલ ચોકકસ બાતમી અનુસંધાને વડત્રા ગામે વાછરાદાદાના મંદિરની બાજુમાં જાહેરમાં હકીકત વાળી જગ્યાએ રેઇડ કરી રોકડ ૩.૪૦,૨૦૦/-, મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૨૦,૫૦૦/-મળી કુલ ૩.- ૬૦,૭૦૦/- ના મુદામાલ સાથે નીચે જણાવેલ કુલ-૭ આરોપીઓને પકડી પાડી તમામ વિરૂધ્ધ એ.એસ.આઇ. હરપાલસિંહ જાડેજા નાઓએ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે જુગારાધારા હેઠળની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) રણજીતસિંહ જિવુભા જાડેજા ઉ.વ.૫૨ રહે. વડત્રા ગામ, તા.ખંભાળીયા જિ.દેવભુમિ દ્વારકા
(૨) હરદેવસિંહ અજિતસિંહ જાડેજા ઉ.વ.૩૩ રહે. વડત્રા ગામ, તા.ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા
(૩) જયદિપસિંહ નટુભા જાડેજા ઉ.વ.૨૭ રહે. વડત્રા ગામ તા.ખંભાળીયા જિ.દેવભુમિ દ્વારકા
(૪) પ્રવિણસિંહ સૂરૂભા જાડેજા ઉ.વ.૩૨ રહે. વડત્રા ગામ તા.ખંભાળીયા જિ.દેવભુમિ દ્વારકા
(૫) રવિરાજસિંહ રામસંગ ચુડાસમા ઉ.વ.૨૪ રહે. વડત્રા ગામ તા.ખંભાળીયા જિ.દેવભુમિ દ્વારકા
(૬) રઘુવિરસિંહ જીલુભા જાડેજા ઉ.વ.૩૪ રહે. ભાતેલ ગામ, તા.ખંભાળીયા જિ.દેવભુમિ દ્વારકા
(૭) અજિતસિંહ નાથુભા જાડેજા ઉ.વ.૪૩ રહે. ભાતેલ ગામ, તા.ખંભાળીયા જિ.દેવભુમિ દ્વારકા
કામગીરી કરનાર ટીમ આ કાર્યવાહીમાં એલ.સી.બી. – દેવભૂમિ દ્વારકા ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી પી.સી.શીંગરખીયા સાહેબની રાહબારી હેઠળ PSI એ.એલ.બારસીયા, એસ.એસ.ચૌહાણ, એસ.વી.કાંબલીયા ASI સજુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા તથા HC ડાડુભાઈ જોગલ, સહદેવસિંહ જાડેજા, ગોવીંદભાઇ કરમુર, તથા ડ્રાઇવર ASI નરસિંહભાઇ સોનગરા નાઓ જોડાયા હતા.