(અહેવાલ: ઘવલ ત્રિવેદી ટંકારા)
મોરબી જિલ્લામાં કોરોના ફરી બેકાબૂ બન્યો છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના ઘણા કેશો સામે આવી રહ્યા છે. જેથી અનેક ગામોમાં બહારથી આવતા લોકો પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. ત્યારે ટંકારાના નેકનામ ગામે બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટંકારાના શ્રી નેકનામ ગ્રામ પંચાયતના સરપંચ અરુણાબા કનકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, નેકનામ ગામમાં કોરોના કેસો વધી રહ્યા હોય જેથી ગ્રામજનોએ માસ્ક ફરજીયાત પહેરવું તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને કામ સિવાય ઘર બહાર નીકળવું નહિ જયારે ઠંડાપીણા, ચાની લારી અને કારીયાના દુકાન તેમજ મોબાઈલ દુકાન કે અન્ય એજન્સીઓને સવારે ૬ થી બપોરે ૨ સુધી જ દુકાનો ખુલ્લી રાખવી અને બહારથી ફેરિયાઓએ ગામમાં પ્રવેશ કરવો નહિ તેમ નિર્ણય લેવામાં આવ્યો છે.