Thursday, March 19, 2026

કોયબા થી ઢવાણા વચ્ચે બાઈક સ્લીપ થતાં યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

કોયબા થી ઢવાણા વચ્ચે બાઈક સ્લીપ થતાં યુવકનું મોત.

હળવદ તાલુકાના કોયબા થી ઢવાણા જવાના રસ્તા પર આવેલ મેલડી માતાજીના મંદિર નજીક બાઇક સ્લીપ થતા કવાડિયા ગામના એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે યુવકના પિતાએ બાઈક ચાલક વિરોધ ફરિયાદ નોંધાવી છે.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા ભરતભાઇ વેરસીભાઈ સિહોરાએ આરોપી બાઈક ચાલક જીવણભાઈ ચંદુભાઈ સિહોરા રહે.કવાડિયા ગામ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.9 જૂનના રોજ આરોપી બાઈક ચાલક જીવણ ચંદુ સિહોરાના બાઇકમાં બેસી તેમનો પુત્ર દિનેશ જતો હતો ત્યારે કોયબાથી ઢવાણા ગામ વચ્ચે આવેલ મેલડી માતાના મંદિર નજીક બાઈક સ્લીપ થઈ જતા બાઈક પાછળ બેઠેલા તેમના પુત્ર દિનેશનું સારવાર દરમિયાન તા.16ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,598,077

TRENDING NOW