કાર કે ગાડીની નંબર પ્લેટ પર પોલીસ કે એમએલએ, કોઈ પણ લખાણ લખવા પર પ્રતિબંધ.
રાજ્ય સરકાર દ્વારા અગાઉ વર્ષ ૨૦૦૦માં પ્રતિબંધ મુક્યા પછી ફરીવખત ફરિયાદ ઉઠતા કેટલાક પૂર્વ ધારાસભ્યો, ધારાસભ્યો, સાંસદો, પૂર્વ સાંસદો જેવા લખાણ નંબર પ્લેટ પર અવાર નવાર લખાયેલા જોવા મળતા હોય છે. ત્યારે આ બાબતે જાહેર હિસાબ સમિતિમાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમતે રજૂઆત કરી છે.
નંબર પ્લેટ પર લખવામાં આવતા લખાણ બાબતે કોંગ્રેસ ધારાસભ્યએ રજૂઆત કરી છે. જેના પગલે રાજ્ય સરકારે પરિપત્ર કરીને કાર કે વાહનની નંબર પ્લેટ પર એમએલએ કે પોલીસ તેમજ અન્ય લખાણ લખવા પર ફરી પ્રતિબંધ મૂક્યો છે.
વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સમક્ષ રજૂઆત મુજબ કેટલાક લોકો નંબર પ્લેટ પર પોતાના હોદ્દા લખાવતા હોય છે. આવા લખાણ પાછળ તેમનો આશય સામાન્ય નાગરિકો પર રોફ જમાવવાનો હોય છે. આવા લખાણ પર પ્રતિબંધ છે છતાં પણ કેટલાક લોકો દ્વારા આવા લખાણ લખવામાં આવે છે. વળી, કેટલાક લોકો પાસે આવા હોદ્દા પણ ન હોય છતાં પણ આવા લખાણો લખતા હોય છે અને જનતા પર રોફ જમાવવા હોય છે. ત્યારે આવા લખાણો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જેના પગલે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને લખાણ લખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.