Friday, June 26, 2026

કારણ વગર હવામાં ફાયરિંગ કરતા શખ્સ વિરોધ ફરિયાદ નોંધાય.

Advertisement
Advertisement
Advertisement

કારણ વગર હવામાં ફાયરિંગ કરતા શખ્સ વિરોધ ફરિયાદ નોંધાય.

મોરબીના રવાપર રોડ પર આવેલ સુભાષ નગર સોસાયટીમાં રહેતા એક યુવક દ્વારા કોઈ પણ ભયજનક કારણ વગર હવામાં ફાયરિંગ કરતા મનુષ્યનું જીવન જોખમાય અને જનતામાં ભય ફેલાય તેવું કૃત્ય કરતા તેમના વિરુદ્ધ હાલ ફરિયાદ નોંધાય છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સુભાષનગર સોસાયટીમાં રહેતા જતીન રામજીભાઇ વામજા (ઉ.વ.૨૮)આરોપીએ કોઇપણ ભયજનક કારણ વગર પોતાના લાયસન્સ વાળા હથીયાર થી હવામા એક રાઉન્ડ ફાયરીંગ કરી જનતામા ભય ફેલાવી મનુષ્યની જીંદગી જોખમાય તેમજ શારીરિક સલામતીને જોખમ મુકાય તેવુ કૃત્ય કરી લાયસન્સ ધારકની શરતો નો ભંગ કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ-૩૦ અને ઈપીકો કલમ-૩૩૬ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,484

TRENDING NOW