ટંકારા તાલુકાના હમીરપર ગામ નજીક કારખાનામાં કામ કરતી વેળાએ ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત નિપજ્યું હતું.
હમીરપર ગામના પાટિયા પાસે પ્લેઝર પોલીપેક કારખાનામાં કામ કરતા મનીષ ઇન્દ્રભાઈ પાલ (રહે નેકનામ) વાળા યુવાન કારખાનામાં કામ કરતી વેળાએ ચક્કર આવતા પડી જતા મોત થયું હતું જે બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અને ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.