Saturday, June 20, 2026

કડિયા બોર્ડિંગ નજીક કેમ ઝગડો છો તેમ કહેતા પિતા પુત્રને માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

કડિયા બોર્ડિંગ નજીક કેમ ઝગડો છો તેમ કહેતા પિતા પુત્રને માર માર્યો.

કડિયા બોર્ડિંગ નજીક આ કામના આરોપીઓ ઝગડતા હોઈ ત્યારે આ બાબતે ઝગાડવાની ના પડતા આ કામના ફરિયાદ અને તેમના પિતાને માર મારવામાં આવ્યો જે અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી -૨ સર્કીટ હાઉસ સામે, હરીપાર્ક સોસાયટીમાં રહેતા દક્ષરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૧૫) એ આરોપી અમીતભાઈ દીલીપભાઇ સારલા (ઉ.વ.૧૯) રહે.‌યમુનાનગર શેરી નં -૩ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૫-૦૨-૨૦૨૩ ના રોજ મોડી સાંજેના સાડા સાતેક વાગ્યા વખતે સાહેદ જે ફરીયાદીના બાપુજીએ આરોપી અમીતને રોડ ઉપર કેમ ઝઘડો કરે છે તેમ કહેતા આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ ફરીયાદીના બાપુજીને ગાળો દઈ ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને આ દરમ્યાન આરોપી ફરીયાદીના બાપુજીને છરી મારવા જતા ફરીયાદી વચ્ચે પડતા ફરીયાદીને આરોપીએ છરી વડે વાંસાના ભાગે જમણા ખંભા નીચે ઈજા પહોંચાડતા ફરીયાદીને વાંસાના ભાગે જમણા ખંભા નીચે ટાંકાઓ લીધેલ હોય તથા સાહેદ ફરીયાદીના બાપુજીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર સગીર દક્ષરાજસિંહએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,881

TRENDING NOW